I am pragna.
ઇંગ્લિશ માં આઈ કેપિટલ હોય અને પ્રથમ એબીસીડી નો મોટો હોય બરાબરને?
પણ જીવન માં આનાથી ઉલટું ગણિત છે. એમાં આઈ હંમેશા નાનો રાખવાનો.આઈ એટલે હું.
હવે વિચારો જીવન માં સુખ,શાંતિ,પ્રેમ મેળવવા માટે આઈ હંમેશા નાનો રાખવાની કોશિશ કરવી.આઈ મોટો એ ઇંગ્લિશ માં સાચું.પણ આઈ નાનો હોય એ જીવનમાં સાચું.માણસ ને બધી તકલીફ આઈ એટલે હું.એમાં જ પડે છે.અને હું એટલે અહમ્.
મેં ક્યાંક વાંચ્યું હતું.
લાઇફ ની ફાઇલ માં જો" હું કહું તેમ " પાસવર્ડ નાખો તો દુઃખ ની ફાઇલ ઓપન થાય."તમે કહો તેમ" પાસવર્ડ નાખો તો સુખ ની ફાઇલ ફાઇલ ઓપન થાય.
હા ,પણ બધે આનો ઉપયોગ નો થાય.આપણે સમજદારી પણ રાખવી પડે.
જય સ્વામીનારાયણ