શિવનું શરણ મારે એક આધાર.
શિવનું શરણ મારે ભવજળપાર.
સંકટો ટળતાં શિવકૃપાથી,
આશિષ મળતા શિવકૃપાથી.
શિવનું શરણ મારે જીવનસાર...1
રીઝે ભોળાનાથ ભયહારી,
સ્તુતિ પ્રાર્થના મુખે ઉચ્ચારી.
શિવનું શરણ મારે સફળ અવતાર...2
અંતરવેદના શિવજી સમજતા.
મૂક વરદાન શિવજીના મળતા.
શિવનું શરણ મારે હરપળ વિચાર...3.
ભૂલીને દોષો હરજી સ્વીકારે.
જીવમાત્રને એ સહેજે આવકારે.
શિવનું શરણ મારે હરખ અપાર....4
આશુતોષ અવિનાશી પ્રભુ
પ્રેમથી રીઝતા શિવશંકર શંભુ.
શિવનું શરણ મારે સફળ સંસાર...5
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.