અનુસંધાન શિવનું પ્રતિદિન થાય તો હરદિન શિવરાત્રિ છે.
શ્વાસેશ્વાસે સદાશિવને સ્મરાય તો હરદિન શિવરાત્રિ છે.
ના રહે વળગણ માયાનું જે જીવમાત્રને સતાવનારું
હો સતત,
સંયમ વિષયોમાં આવી જાય તો હરદિન શિવરાત્રિ છે.
ના રહે ભેદભાવ હરિહરનાને જીવમાં દરશન શિવનું થાય,
દીનદુઃખી દેખીને કરીએ સહાય તો હરદિન શિવરાત્રિ છે.
વજન ભજનનું વધતું જાયને કરુણા કેદારેશ્વરની વસી જાય,
ખાલી દિન ભજનવિણ ના ખમાય તો હરદિન શિવરાત્રિ છે.
તીરથસમા છે માતપિતા ઘરઆંગણે હાજરાહજૂર પ્રતિદિનને,
એનું દિલ કદી પણ ના દૂભાવાય તો હરદિન શિવરાત્રિ છે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.