Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્ષ ૨૦૨૫ ની વિદાય સાથે ૨૦૨૬ નુ આગમન.
_____________________________________

વૃક્ષ ના મીઠા ફળો ને , ૨૦૨૫ ની ડાળી થી તોડી લઇએ હવે,
શ્વાસ મા ગમતી સુગંધ લઇ , હૃદય નો દરીયો ભરી લઇએ હવે,

મીઠા સપના આંખો માં ભરી, ખારા પાણી ને તજી દઇએ હવે,
દર્દ બધા ,૨૦૨૫ સાલની વિદાય સાથે ચાલો ભુલી જઇએ હવે,

ખારા પાણીની લહેરો ને , સમંદર નાકિનારા ને ધરી દ ઇએ હવે,
આવતી પવન ની લહેરખી સાથે,જીવન ની મજા લઇ લઇએ હવે,

નવુ આવે ને જૂનૂ જાય એ કુદરત ના ક્રમ ને સ્વીકારી લઇએ હવે,
ચાલો ને ૨૦૨૬ના વર્ષ ને , હૈયાના હર્ષ થી વધાવી લઇએ હવે,


જયવંતભાઇ બગડીયા / કવિરાજ

Gujarati Poem by Jayvant Bagadia : 112014436
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now