Gujarati Quote in Religious by Aadarsh Solanki

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘૂઘવે છે આકાશ આજે પ્રેમભર્યા ઘેનમાં,
ક્યાંક વીજળી ચૂમે છે વાદળને એકાંતમાં;
કડકતી, ગરજતી, એ તણખા ઉડાવતી,
ઘૂમે છે ભાન ભૂલી ચકચૂર થઈ એ પ્રેમમાં...

મોરલાઓ નાચે છે આ મેહુલાની ધૂનમાં,
ક્યાંક ઢેલો મદહોશ થઈ છે કલાપીના પ્રેમમાં;
જરાક ઝીણા ફોરા પડ્યા ઝમઝમ કરતાં ને,
અહીં દેડકા નીકળી પડ્યા કુદતા ઉમંગમાં...

ગોકુળનું ગોપવૃંદ ભીંજાય છે આ વરસાદમાં,
હેલ્લારે ચઢ્યું છે લોક આ દેવરૂપી વરદાનમાં;
ઝણઝણતી ઘંટીઓની રણકાર રે સુનાવતી,
ગૌદેવીઓ બોલે છે મધુર આ રૂડાં રે રાનમાં...

ઝૂમે છે ગોપ સૌ માધવની મોરલીનાં તાનમાં,
દેહ ભીંજાયો છે સૌનો આ ઝાપટાંનાં છંટકાવમાં;
છતાં રાસ રમે છે કૃષ્ણ ભેળાં સૌ આનંદથી ને,
કહે સૌ કૃષ્ણ વસે મોરલીનાં નાદ સાથે અમ સહુના હૃદયમાં...

Gujarati Religious by Aadarsh Solanki : 112012710
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now