સંસ્કૃત ભાષા
ઇ.સ. પૂર્વે ૬૦૦૦ના અરસાથી સુયોજિત તેમજ
સંઘટિત ભાષા તરીકે વપરાતી આવેલી સંસ્કૃત ભાષા સૌથી
જૂની છે અને વેદસાહિત્ય સહિત તમામ હિંદુ પુરાણો તે ભાષામાં લખાય છે. સૌથી સમૃદ્ધ ભાષા બાબતે વાત કરો તો પ્રથમ સવાલ એ થાય કે સમૃદ્ધિનો માપદંડ કયો ?
સૌથી વધુ શબ્દભંડોળ જે ભાષાનો હોય તેને જો સમૃદ્ધ ગણો તો પ્રથમ નંબર અંગ્રેજીનો લેખાય, કારણ કે તેમાં દસેક લાખ શબ્દો છે. આ રેકોર્ડ જો કે ગુણવાચકને બદલે સંખ્યાવાચકનો છે.
અંગ્રેજીએ ઘણા ખરા શબ્દો લેટિન, ફ્રેન્ચ, હિંદી, પોર્ટુગિઝ,
ગ્રીક વગેરે પારકી ભાષાઓના અપનાવ્યા છે, માટે તે આપબળે સમૃદ્ધિનો દાવો કરી શકે તેમ નથી. અંગ્રેજીમાં Dacoity, Sahib, Jungle, Shampoo, Pyjamas વગેરે લગભગ ૨૦૦ હિંદી શબ્દો છે. બીજી દરેક ભાષાને
વધુઓછા અંશે પારકી ભાષાનો રંગ ચડેલો છે--જેમ
કે ગુજરાતીમાં લાઠીચાર્જ અને કપરકાબી જેવા અંગ્રેજીમિશ્રિત શબ્દો છે. દેવભાષા ગણાતી એકમાત્ર સંસ્કૃત ભાષા એવી છે કે જેણે પોતાની અણિશુદ્ધતા ગુમાવી નથી. ભાષાની સમૃદ્ધિનો બીજો માપદંડ અભિવ્યક્તિની બાબતમાં તેની ક્ષમતા છે. લાંબા પિષ્ટપેષણ વગર થોડા શબ્દોમાં ઘણી બધી માહિતી વ્યક્ત કરી દેખાડે એ ભાષાને સમૃદ્ધ ગણવી જોઇએ. અહીં પણ સંસ્કૃતનો જોટો નથી. સંક્ષિપ્તમાં તેના દ્વારા કેટકેટલા વિચારો અને વિગતો રજૂ કરી શકાય તેનો દાખલો જોઇએ.
પ્રસંગ શ્રી કૃષ્ણ અને તેમની પટરાણી સત્યભામા વચ્ચેના
સંવાદનો છે. બારણું વાસીને બેઠેલી સત્યભામાને રીસ ચડી છે.
દરવાજે ટકોરા મારતા શ્રી કૃષ્ણને ન ઓળખ્યાનો ડોળ રચી તે કોણ આવ્યું તેના અંગે પોતાની સખી વિશિખાને પૂછપરછ કરે છે. આ સાંભળીને શ્રી કૃષ્ણ પોતાનો વિવિધ શબ્દોમાં પરિચય
આપે છે, પણ સત્યભામા દરેક શબ્દનો જાણીબૂઝીને જુદો અર્થકાઢે છે. માત્ર ચાર લીટીમાં સંવાદ જુઓ,
अङ्गुल्या कः कपाटं प्रहरति विशिखे माधवः किं वसन्तो
नो चक्री किं कुलालो न हि घरणिधरः किं द्विजिह्वः फणीन्द्रः ।
नाहं घोराहिमर्दो किमुत खगपतिर्नो हरिः किं कपीन्द्रः
इत्येवं सत्यभामा प्रतिवचनजितः पातु वश्चक्रपाणिः ॥
કવિના સંક્ષિપ્ત
લખાણનો ગુજરાતી અનુવાદ સંક્ષિપ્તમાં કરો તો પણ નીચે
મુજબ ખાસ્સો લંબાય છે.
સત્યભામા : ‘ઓ વિશિખા ! જો તો, બારણે ટકોરા કોણ
મારે છે
શ્રી કૃષ્ણ : ‘હું છું માધવ,’
સત્યભામા : ‘અત્યારે વસંત ઋતુ ક્યાંથી ?’ (વસંત ઋતુ
એટલે પણ માધવ).
શ્રી કૃષ્ણ : ‘ના, હું ચક્રી છું--ચક્રનો ધારક.’
સત્યભામા : ‘એટલે કે કુંભાર ?' (ચાકડો ફેરવતો કુંભાર
એટલે પણ ચક્રી).
શ્રી કૃષ્ણ : “ના, હું ધરણીધર છું--ધરતીને ધરી રાખનાર.'
સત્યભામા : 'ઓહ, ત્યારે તમે બે જીભવાળા શેષનાગ
છો.’ (શેષનાગ એટલે ધરતીને મસ્તકે ટકાવી રાખતો સર્પરાજા).
શ્રી કૃષ્ણ : ‘ના, હું સર્પરાજ નથી. હું તો એ કે જેણે ઝેરી
સાપને (કાલિનાગને) મારી નાખેલો.’
સત્યભામા : ‘ઓહ, તો તમે ગરુડ છો––પક્ષીઓના રાજા.’
(ગરુડ પક્ષી સાપને મારતું હોય છે).
શ્રી કૃષ્ણ : ‘નહિ, હું તો હરિ છું.’
સત્યભામા : ‘ઓહો, તો તમે કપિ છો.’ (કપિ બંદરને પણ
હરિ કહે છે).
કોઇ બીજી ભાષા બહુ થોડામાં આટલું બધું કહી
જાય છે ? સંસ્કૃત જેટલી સમૃદ્ધ ભાષાનો આવિષ્કાર કદી થયો નથી અને થાય તેમ નથી.
સંસ્કૃત ન ભૂતો ન ભવિષ્યતિ છે.
https://www.facebook.com/share/p/1BGS8yBx1u/