Gujarati Quote in Poem by Nilesh Antani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પોષી પૂનમની મા (ગઝલ)

પોષી પૂનમ પાવન રાતે પ્રગટે તું, મા અંબા,
અંધકારમાં દીપ બનીને ઝળહળે તું, મા અંબા.

શક્તિ તારો શ્વાસ છે જગનો, કરુણા તારો નાથ,
રડતાં ભક્તના અશ્રુ વાંચે હૃદયે તું, મા અંબા.

શસ્ત્ર તારા ધર્મ રક્ષે, હાથ તારા આશીર્વાદ,
વૈરાગ્યમાં પણ મમતા વરસાવે તું, મા અંબા.

કાળી પણ તું, કન્યકા પણ, માતા પણ મહારાણી,
એક નહીં, અનંત રૂપે વિસ્તરે તું, મા અંબા.

અજ્ઞાનની આ રાત લાંબી, રસ્તો દેખાતો નથી,
નામ સ્મરણથી જ્ઞાનસૂર્ય ઉગાડે તું, મા અંબા.

શરણાગતની લાજ રાખે એ તારી પરંપરા,
ડૂબતા જીવનની નાવને તારવે તું, મા અંબા.

હે જગજનની, શબ્દ ઓછા પડે તારી સ્તુતિમાં,
મૌન બનીને પણ હૃદયમાં બોલે તું, મા અંબા.

નિલેશ અંતાણી

Gujarati Poem by Nilesh Antani : 112011450
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now