તું, હું અને મૌન
શબ્દ ક્યાં વચ્ચે હવે વિખવાદ કરે છે?
તું, હું અને મૌન... બસ સંવાદ કરે છે.
હોઠ ભલે સીવેલા હોય આપણા કિન્તુ
આંખના ઈશારા બધો અનુવાદ કરે છે.
ત્રીજું કોઈ ક્યાં પ્રવેશી શકશે હવે ત્યાં?
જ્યાં શ્વાસ પણ તારા જ મને યાદ કરે છે.
જરૂરત ક્યાં છે પુરાવાની હવે કોઈ?
ધબકારા પોતે જ તારો સાદ કરે છે.
આપણી દુનિયામાં છે બસ શાંતિનો દરિયો
ને બહાર આખું જગત વિવાદ કરે છે.
એક ખૂણે બેસી રહીએ સાવ અળગા થઈ
લાગણીથી લાગણીને આબાદ કરે છે.
વાત સીધી છે, નથી કોઈ ભરમ એમાં
પ્રેમમાં મૌન જ તો સાચો નાદ કરે છે.
- નિલેશ અંતાણી