Gujarati Quote in Whatsapp-Status by Vihad Raval

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"ખબર છે, છેલ્લાં ઘણાં સમયથી મારો લાલો ચહેરા નાં હાવભાવ બદલે છે. ક્યારેક એકદમ ખુશ લાગે કે ક્યારેક દુઃખી, હું જ્યારે દીવો કરવા બેસું ને ત્યારે જાણે મારી સામે જ જોતો હોય ને એવું મને લાગે . આમ તો આવું કોઈને કહેવાય નહી પણ તું મારી પાકી બહેનપણી ને એટલે તને કહું છું." એમ કહી કહીને અવિકાએ લગભગ બધાને કહી દીધું કે ઘરમાં રાખેલી લાલાની મૂર્તિ ભાવ બદલે છે. આજે રવિવાર હોવાથી અવિકા થોડી મોડી ઊઠી. ચા પાણી કરીને હજી માંડ ઊભી થઈ ત્યાં તો સાસુમાં બોલ્યા, " બેટા અવિકા, બીજા બધા કામ બાજુએ મૂકીને આજે તું મને લાલાની આંખ ચોટાડવાનું ગુંદર લેતી આવ. લાલાને રોજ નવડાવતાં આંખ નીકળી જાય છે. હાથથી કેટલીય વાર આંખ ચોટાડવા નો પ્રયત્ન કર્યો પણ થોડી બહાર જ રહે છે. અવિકા ને લાલાનાં ભાવ બદલવાનું કારણ સમજાઈ ગયું. એ ગુંદર લઈ આવી. સાસુમાંએ ગુંદરથી લાલાની આંખ સરસ બેસાડી દીધી. અને એ દિવસથી અવિકા એ લાલાને દૂધ ધરાવવાનું ચાલું કરી દીધું .

Gujarati Whatsapp-Status by Vihad Raval : 112010926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now