*ખોટી હેરાનગતિ* ૨૩-૧૨-૨૦૨૫
લેખ...
આજકાલ મોટા મોટા શોપિંગ મોલ ને હોટલો, રેસ્ટોરન્ટ, સ્કૂલ ને અઢળક દુકાનો, ફ્લેટ, ફુટપાથ પર ગેરકાયદેસર દબાણો થકી ત્યાં લારી કે ગલ્લા હોય છે..
આમાં નાના ધંધાદારી ને રોજીરોટી મેળવવા કરતાં પ્રયત્નોમાં જીવન જીવી રહેવા ફાંફાં મારતાં આમ આદમી પાસે હપ્તા ચાલે છે,
અને એ ખરીદવા આવતી જનતા સ્કૂટર મુકીને લેવા જાય એટલી વારમાં ટોઈંગ વાળા સ્કૂટર ઉઠાવી જાય છે,
માણસ નોકરી ધંધે જતાં સ્કૂટર કે બાઈક કે ગાડી છોડાવવા માટે વગર કામની મુસીબતમાં ફસાઈ જાય છે અને એનો આખો દિવસ ખરાબ જાય છે..
એ માટે પહેલેથી જ આવી અવ્યવસ્થા ન સર્જાય એ માટે ઈમાનદારીથી કામ કરે અને હપ્તા ન લે તો આમ જનતા હેરાન ન થાય..
પણ ભ્રષ્ટાચાર છેક સુધી છે..
ટેક્ષ લેવાનો, જી એસટી ને બેંકમાં એફડી વધુ હોય તોય તકલીફ, એક સાથે રૂપિયા ઉપાડો તોય ટેક્ષ્ટ લગાવે,
તો મધ્યમ વર્ગના લોકો જીવે કઈ રીતે
એવો વિચાર આવતો નથી..
અને જ્યાં પગલાં લેવાનાં છે ત્યાં લેવાતાં નથી...
રોડ તૂટેલા, બ્રિજ તૂટી જાય, ખુલ્લેઆમ ખૂન ખરાબી, બળાત્કાર,
ક્યાં છે સલામતી..
છે કોઈ જવાબ..
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️