ગઝલ: ધબકારા ચૂકી જવાય છે
તારી નજરની ધારમાં ધબકારા ચૂકી જવાય છે,
સીધી સીધી વાતમાં ધબકારા ચૂકી જવાય છે.
તું મળે છે ત્યારે તો આખું જગત થંભી જતું,
તારા અચાનક આવવાંમાં ધબકારા ચૂકી જવાય છે.
મેં ક્યાં કીધું કે તારી યાદમાં જ બધું અટકી ગયું?
તારી ગલીના વળાંકમાં ધબકારા ચૂકી જવાય છે.
મૌન તારું સાંભળીને જીવ તો ગભરાય છે જ,
પણ તારા મીઠા સાદમાં ધબકારા ચૂકી જવાય છે.
આમ તો હિસાબ રાખું છું શ્વાસનો હું ક્ષણે ક્ષણ,
પણ તારા એક અહેસાસમાં "સ્વયમ’ભ" ધબકારા ચૂકી જવાય છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"