યંત્રોના જંગલનો જીવતો માણસ છું ,
અંતરે તો લાગણી સેવતો માણસ છું .
ગલી કૂચીએ વ્હાલપ દરિયો શોધતાં,
છલોછલ દરિયા ને નીતરતો માણસ.છું
ફરે બ્રહ્માંડ ને ઉરે તો નિસાસો છે અરે !
ફઁફોસો તો ધરાએ ચઢિયાતો માણસ છું.
તડપે અહીં સી કોઈ શીતળતા ઝંખવા ,
ભર વરસાદે પણ કોરોકટ ,તો માણસ છું
મંઝર અંત છે તો, ડર એનો વિકલ્પ નથી,
કરી વિષપાન , માણસ માટે મળતો માણસ છું
- ©vaani manundra