Gujarati Quote in Microfiction by Gautam Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગવાર (ગુવાર) 🫘

ગુવારનું નામ ગુવાર (કે ગવાર)
હોવાનું કારણ એ કે અસલમાં તે ગાયોને
નીરવામાં આવતી, પરંતુ આજે તેણે
મનુષ્યના ભોજનથાળમાં સ્થાન મેળવ્યું
છે મૂળ શબ્દ ગૌઆહાર છે.
દુનિયાની ૯૦% ગુવા૨/cluster bean
ભારતમાં થાય છે. પરિણામ
આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી
લગભગ મોનોપલી છે, માટે તગડા દામ
મેળવી રહેલા ભારતીય ખેડૂતો સહેજ
ખુશખુશાલ છે. બજાર પણ એવું છે કે
જેમાં ક્યારેય મંદી આવે તેમ નથી, કેમ કે વિશિષ્ટ ગુણધર્મ ધરાવતી ગુવારનો ઔદ્યોગિક ક્ષેત્રે બીજો વિકલ્પ નથી. તેના બીયાંના આંતગરર્ભ ભાગમાં galtommmmm gun નામનો પદાર્થ છે, જેને પાણીમાં ભેળવ્યા બાદ
પાણી ઘટ્ટ જેલીનું સ્વરૂપ ધારણ કરે છે. પદાર્થનું જાણીતું નામ ગુવાર ગમ છે,આઈસ ક્રીમ બનાવવામાં તે વપરાય છે, ટેક્સ્ટાઇલના અને કાગળના ઉદ્યોગમાં
પણ તેનો ઉપયોગ થાય છે, હવે આપણી ગુવાર પેટ્રોલિયમનો અને નેચરલ
ગેસના ક્ષેત્રે જડીબુટ્ટી નીવડી છે,
પેટ્રોલિયમ તથા નેચરલ ગેસનો અમુક જથ્થો ભૂગર્ભના shale કહેવાતા નરમ અને છિદ્રલ ખડકોમાં પચેલો હોય છે, માટે સુલભ નથી, આમ છતાં પરંપરાગત
રીતે પ્રાપ્ત કરી શકાતા જથ્થાના ભંડારોનું તળિયું દેખાવા માંડે ત્યારે શેઇલ ગેસને તેમજ શેઇલ ઓઇલને તારવ્યા વગર છૂટકો નહિ,
ગેસનો દાખલો લઇએ, છિદ્રો પારગમ્ય હોય ત્યાં ગેસ ખડકોમાં સ્થાનાંતર કરી શકે છે, પણ ત્યાર પછી ક્યાંક નક્કર ખડકો તેને આગળ જવા દેતા નથી, ઇજનેરી ગેસને જુદો તારવવા શેઇલ ખડકોનું કરે છે, ઊભો પાઇપ ૩૦૦ થી ૧,૫૦૦ મીટર જેટલો નીચે ઉતાર્યા બાદ તેને આડી લીટીમાં સેંકડો મીટર સુધી લંબાવે છે. પાઇપો દર થોડા અંતરે મોટાં કાણાં હોય છે, હાઇ-પ્રેશર પંપ ધરાવતું વાહન તેમાં જે પાણી દબાણપૂર્વક ધકેલે તે દરેક કાણા પાસે ખડકોમાં ફાટ પાડી છે.
આ પાણી જેલીના પ્રકારનું સ્નિગ્ધ
સ્વરૂપ પકડી ‘વિસ્કસ ફોર્સ' પેદા કરે એ માટે
તેમાં ગુવાર ગમ ભેળવવું જરૂરી છે--કહો કે
અનિવાર્ય છે. સક્શન વડે અંતે તેને તીના
કર્ણો તથા કાંકરા સહિત કાઢી લેવાય છે અને
ખુલ્લી કાટ દ્વારા નેચરલ ગેસ નીતરીને
પાઇપમાં આવે છે. શેઇલ પેટ્રોલિયમને પણ
આવી જ રીતે હસ્તગત કરી શકાય છે.
https://www.facebook.com/share/p/1BiZpfZSc3/

Gujarati Microfiction by Gautam Patel : 112007460
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now