(ગઝલ) વિષય: ભ્રષ્ટાચાર,
શિર્ષક "ત્યાં ભ્રષ્ટાચાર થાય છે"
(મત્લા)
નિયમોનો થાય છે જ્યાં નાશ, ત્યાં ભ્રષ્ટાચાર થાય છે,
વિશ્વાસનો તૂટે છે જ્યાં પ્રકાશ, ત્યાં ભ્રષ્ટાચાર થાય છે.
ખુરશીઓ મળે છે જ્યાં સહી કરવાથી ત્યાં દોલતની ખરીદીથી થાય છે,
સત્તા બની બેસે છે હુલાસ, ત્યાં ભ્રષ્ટાચાર થાય છે.
ગરીબના હક્કો લૂંટાય છે જ્યાં, ત્યાં કાયદાની આંખે પાટા બધાય છે,
ન્યાયની થતી નથી તપાસ, ત્યાં ભ્રષ્ટાચાર થાય છે.
પ્રમાણિકતાની વાત કરવી ત્યાં ગુનો છે,જ્યાં સત્યના શ્વાસ ઘુંટાય છે,
પુરી થતી નથી કોઈ અરજી લાંચ વિના, ત્યાં ભ્રષ્ટાચાર થાય છે.
વહીવટનો જ્યાં થાય છે ફિયાસ્કો, ત્યાં નીતિ ની ભાવના ખોરવાય છે,
કાળા નાણા ના હોય જ્યાં સંગ્રહ, ત્યાં ભ્રષ્ટાચાર થાય છે.
(મક્તા)
દિલમાં છે દર્દ કે આ પ્રજા ક્યારે જાગશે "સ્વયમ’ભુ’," લોભ લાલચથી,
કે પછી ચાલ્યા કરશે સ્વાર્થ ભર્યું કામ જ્યાં, ત્યાં ભ્રષ્ટાચાર થાય છે.
નિયમોનો થાય છે જ્યાં નાશ, ત્યાં ભ્રષ્ટાચાર થાય છે,
વિશ્વાસનો તૂટે છે જ્યાં પ્રકાશ, ત્યાં ભ્રષ્ટાચાર થાય છે.
અશ્વિન રાઠોડ (સ્વયમ’ભુ')