સાહસ અપાવે સફળતા
પીડાય છે માનવી સફળતાના રોગથી
નિષ્ફળ જવા ને નથી તૈયાર કોઈ માનવી
સમય સમયની વાત નિરાળી
કર્મ કર્યા વગર સારું ઈચ્છે જોવો માનવી!....
મહેનત વગર પાસ જો થવાય
કસરત વગર જો સુડોળ બાંધો જળવાય
મનગમતી વાનગીઓ આરોગ્યા કરીએ
તોય જો આરોગ્ય જળવાય તો
સઘળું મંજૂર આપણ માનવીને!.....
સફળતાનો આવો ખોટો ખ્યાલ
બને છે અભિશાપ આપણ માનવીને!....
પીડે છે નિષ્ફળતાને હતાશ એ કરે છે
સાહસ કરતા નિષ્ફળતા જોને ડરાવે
સાહસ કરતા હાર ન માનીએ કદી
ચડીએ સફળતાના શિખરે આપણે સૌ!......
સાહસયાત્રા છે એકલ યાત્રા જોને
કરવા સાહસ આપણે એકલા જોને
દરિયે થી મરજીવો મોતી લાવે
સાહસ એના આપણ જોઈ એ રે!......
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર