લોકો જીવતાને અણદેખ્યા
કરીને મરેલા ને યાદ કરે છે.
જીવતાં ડૂબી જાય છે જળમાં
મૃત્યુ પછી લાશ પાણીમાં તરે છે.
ગરીબાના બાળકો ભૂખ્યા બેઠા છે ને
લોકો મૂર્તિઓ ને છપ્પન ભોગ ધરે છે.
સંસ્કાર અને સમજણ જરૂરી છે જીવનમાં છતાં
કળયુગમાં સરસ્વતીનું કહ્યુ લક્ષ્મી ક્યાં કરે છે
પ્રેમને બદનામ કરીને કામ ખુલ્લેઆમ ફરે છે
અહમના પૂતળા અહીં ઈશ્વર થી ક્યાં ડરે છે.
✍🏼"આર્ય "