#મિત્રતા માત્ર એક નામ છે, પાયો તો લાગણીઓ છે.
મેં એક વ્યક્તિ કહ્યું કે "હું મિત્રતામાં નથી માનતી, પણ લાગણીઓમાં માનું છું." આ સાંભળીને તેઓ થોડા મૂંઝાઈ ગયા. તેમણે તરત જ મને સવાલ કર્યો, "જો તમે મિત્રતામાં નથી માનતા, તો પછી એ લોકો કોણ છે જેમની સાથે તમે રહો છો, કામ કરો છો, હસો છો, અને બધી વાતો કરો છો? શું તમે તેમની સાથે માત્ર ટાઇમપાસ કરો છો?"
આ સવાલનો જવાબ આપવા હું ચૂપ થઈ ગઈ .
એવું નહોતું કે મારી પાસે જવાબ નહોતો, પણ મને ખબર હતી કે હું તેમને મારી વાત સમજાવી નહીં શકું.
આપણે કોઈની સાથે જોડાયેલા કેમ છીએ? કારણ કે તેમની સાથે આપણો એક ભાવનાત્મક સંબંધ છે. જેમાં લાગણીઓનું મિશ્રણ છે.
સમાજમાં અને આપણી સરળતા માટે, આ જટિલ લાગણીઓને સમજાવવા માટે આપણે એક સરળ શબ્દનો ઉપયોગ કર્યો છે: "મિત્ર". કોઈને સીધું કહેવું કે "મને તમારા માટે ઊંડી લાગણીઓ છે" તે કદાચ અજુગતું લાગી શકે છે. તેથી જ આપણે કહીએ છીએ કે "તે મારો મિત્ર છે."
આપણે લાગણીઓને ઓળખીએ છીએ, તેનું નામકરણ કરીએ છીએ, અને પછી તે નામને જ સાચું માનીને જીવીએ છીએ. પરંતુ જો આપણે ઊંડાણપૂર્વક વિચારીએ તો, કોઈપણ સંબંધનો પાયો એ શબ્દો નહીં, પણ લાગણીઓ હોય છે.
જ્યાં લાગણીઓ નથી, ત્યાં કોઈ સંબંધ ટકી શકતો નથી, પછી ભલે આપણે તેને ગમે તે નામ આપીએ.
તમારું આ વિશે શું કહેવું છે? શું તમે પણ આ વાત સાથે સહમત છો કે સંબંધો માત્ર લાગણીઓનું પ્રતીક છે?
Miss chhoti ✍️
https://www.matrubharti.com