રાહમાં ને રાહ માં જીવન ના ચડાવ ઉતાર માં
ક્યાંક કશુક અટકે છે આ જીવનના વણાંક માં,
હિંમત ના હલેસા માં અને શ્રમ તણા વહેણ માં,
શ્વાસ પણ રૂંધાય છે આ ખુલ્લા આકાશ માં.
ભરી મહેફિલમાં એકલતાના મેળા રચાય જ્યાં,
હું સુર જ્યાં લગાવું તો તાલ લાગે એકાંત માં.
કોઈ અંધારી રાત માં યાદની તારી ચિનગારી માં,
જીવવાની સજા મળે મને આમ જ તારા વિરહ માં.