જગતમાં નામ તમારું વિખ્યાત જલારામ તમે,
લાધ્યું સાફલ્ય જીવનનું સાક્ષાત જલારામ તમે,
રામ રીઝયા રોટલે ભૂખ્યાંને ભાત જલારામ તમે,
મન ગુરુ ભોજલના ચરણે નિરાંત જલારામ તમે,
તન મન ધનથી સંતચરણે પ્રભાત જલારામ તમે,
મેળવ્યું હરિદર્શન સેવે અભ્યાગત જલારામ તમે.
ટૂકડો દેવો ને લેવુ હરીનું નામ કે'નાર જલારામ તમે,
સંતની સેવા માટે પત્ની નુ દાન કરનાર જલારામ તમે.
વિરપુર ધામે મંદિર હાજરાહજુર રોજ જલારામ તમે,
કહે દિનકર અક્ષયપાત્ર ભોજન રક્ષક જલારામ તમે.
જય હો જલારામ બાપા. 🙏🙏