સટકી ગયું, એટલે શું?
એટલે આઉટ ઓફ બોક્સ,
જે રૂઢિગત છે,
એમાંથી નીકળી ગયું ફોકસ.
આપણને શું?
આપણે તો મન મરજીના માલિક,
સાલું ટેન્શન નહીં લેવાનું,
બસ મહેનત કરવાનું છે.
મારું સટકી ગયું,
એટલે હવે નહીં જોઈએ પરવાનગી,
જ્યારે હું બોલું,
ત્યારે સાંભળશે આખી દુનિયાની મારી મનમરજી.
હવે પાછળ નથી જોવું,
બસ આગળ વધવાનો છે વેગ,
કેમ કે, જે ડરે છે,
એ ખાલી કિનારે જ રહે છે
ને જેનુ સટકેલુ છે,
એ જ તોફાનો ને પાર કરે છે...
મારી સ્ટાઇલ, મારો ફ્લો,
મારી લાઈફનો નિયમ,
જો તને નોર્મલ લાગે,
તો કહી દે, "તારું થઈ ગયું બધું સક્સેસ !"
સમજ ગયે બાબુ .......😃
DHAMAK