"પપ્પા"
જો ઉડવું હોય મારે,
તો મારા મનનું ખુલ્લુ આકાશ.
જો પુરા કરવા હોય સપના,
તો મારા અધુરા સપનાનો ઉજાસ.
જો મુશ્કેલ હોય જિંદગીની સફર,
તો સફરમાં ફેલાવે પૂનમનો પ્રકાશ.
માંગવાથી તો બધું મળે આ જગતમાં,
વણ માંગે આપે મારા પપ્પા છે ખાસ.
જો કોઈ કહે મુજને શું છે તારી પાસ,
તો કહું ઈશ્વર સમ પપ્પા છે મારી આસપાસ.
@સાવન