🕯️ હોરર ગઝલ — “અરીસામાં ચહેરો”
અરીસામાં જોયું — હું નહોતો,
કોઈ ઊભો હતો ત્યાં, પણ હું નહોતો।
રાતભર બારણું ખખડે સતત,
પવન નહોતો, ફક્ત સન્નાટો હતો।
દીવાના પ્રકાશે ઝબૂકે આંખ,
શરીર નહોતું, ફક્ત એક સાયો હતો।
પગલાં પડ્યાં — છતાં ચાલ્યો નહીં,
કોઈ હતો અહીં, પણ દેખાયો નહોતો।
રૂમમાં ધુમાડો ફેલાયો ધીમે,
કોઈ બોલ્યું — “તું મારોયો હતો…”
-J.A.RAMAVAT