માઉન્ટ એવરેસ્ટનો પ્રથમ અવરોહક કોણ?
સાહસની વાત નીકળે ત્યારે
અંગ્રેજો હંમેશાં એમ દલીલ કરે
કે તેમના જેટલી સાહસિક પ્રજા બીજી
હતી નહિ, છે નહિ અને થશે નહિ.
દલીલના પ્રૂફ તરીકે ડેવિડ લિવિંગ્સ્ટન,
જેમ્સ કૂક તથા હેન્રી સ્ટેનલી જેવા
સાહસિકોનાં નામો ગણાવવાનું શરૂ કરી
દે. દુનિયાના સૌથી ઊંચા પર્વત એવરેસ્ટનું
ઉદાહરણ તો ખાસ ટાંકે--
અને ત્યારે આપણે કબૂલવું
પડે કે અંગ્રેજોનો દાવો
સાવ દમ વગરનો નથી.
કારણ એ કે
બ્રિટિશ-હિંદના મુખ્ય
સર્વેક્ષક જ્યોર્જ એવરેસ્ટે
ભારતીય સર્વેક્ષક ટુકડીની
મદદ લઇને ૮,૮૪૮
મીટ૨ના ગગનચુંબી
પહાડને ૧૮૪૯માં શોધી
કાઢ્યો હતો. પહાડ એ
પહેલાં જો કે ત્યાં જ હતો.
તિબેટી અને શે૨૫ા લોકો
પણ હજારો વર્ષ થયે ત્યાં રહેતા હતા.
કુદરતે તેમના શરીરને સખત ઠંડી તેમજ
પાતળી હવા માટે અનુકૂળ બનાવ્યું હતું,
એટલે હિમપર્વતોના જોખમી પ્રદેશમાં
ભટકવાનો તેમને પેઢી દર પેઢીનો
અનુભવ હતો. હજારો વર્ષ સુધી એવરેસ્ટ
તેમને પડકારતો રહ્યો, છતાં એ પ્રજામાં
કેમ એકેય નરબંકો ન પાક્યો કે જે
એવરેસ્ટનો પડકાર ઝીલી લે ? શિખરે
પહોંચીને સાબિત કરી આપે કે માનવીના
અડીખમ મનોબળ સામે અડગ નગાધિ-
રાજનું પણ કશું ન ચાલે ? આ પ્રજાને
સાહસ ખેડવાનો વિચાર સુદ્ધાં ન આવ્યો.
પરિણામે વર્ષો સુધી માઉન્ટ
એવરેસ્ટ અજેય રહ્યો.
https://www.facebook.com/share/p/1GeRiddaxt/