શરીરમાં લોહી ઓછું થાય તો બાટલા ચડાવી શકાય
પણ કોઈ પરથી ભરોસો ઉઠી જાય તો શું કરવું?
શરીર માં વિટામિન ઓછા થાય તો ગોળીઓ ખાઈ
શકાય પણ લાગણી ઓછી થઈ જાય તો શું કરવું?
વખાણ ના વડા તો સૌ કોઈને હજમ થઈ જાય છે
પણ અપમાન ના અડદિયા ના પચે તો શું કરવું?
હાસ્યનો હલવો તો સૌ કોઈને ભાવે છે પણ કોઈ ની
માંગણી પૂરી ન થાય અને લાગણી દુભાય તો શું કરવું?
મરવા માટે તો ફક્ત એક જ વખત ઝેર પીવું કાફી છે પણ જીવવા માટે આજીવન ઝેરના ઘુટડા ગળવા પડે તો શું કરવું?
માન તો મનગમતું માખણ છે સૌ કોઈને ભાવે પણ
અપમાન ની ઔષધી ગળે ના ઉતરે તો શું કરવું?
હાડકું તૂટે તો પ્લાસ્ટર દ્વારા સાધી શકાય
પણ ખોરડાંની ખાનદાની ખૂટે તો શું કરવું?
જન્મ એ મૃત્યુનું પ્રમાણપત્ર છે પણ મૃત્યુ પછી લોકોના હૃદયમાં અમર ન થઈ શકાય તો જન્મ મૃત્યુના ચક્કરમાં પડીને શું કરવાનું?
લી. "આર્ય"