Gujarati Quote in Blog by સુરજબા ચૌહાણ આર્ય

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આરસ માંથી મૂર્તિ બનાવવી હોય તો એના પરનું વણજોઈતું આવરણ દૂર કરો એટલે મૂર્તિ બની જાય. એમ આપણા શરીર માં જીવ ને માયા નું આવરણ હોય છે.એ દૂર થઇ જાય એટલે ઇન્સાન માંથી ભગવાન પણ બની શકાય. દુનિયામાં અઘરા માં અઘરું કોઈ કામ હોય તો એ છે ઇન્સાનમાંથી ભગવાન બનવું
કારણકે દેવમાંથી ઇન્સાન બની શકાય દેવોમાંથી ભગવાન ન બની શકાય દેવ સ્વાર્થી હોય એટલે એ ભગવાન ન બની શકે ભગવાન બનવા માટે નિસ્વાર્થી હોવું જરૂરી છે.
એટલે ઇન્સાનમાંથી ભગવાન બની શકાય.
પ્રેમ અને મોહ એટલે શુ
પ્રેમ વ્યક્તિ ને વૈરાગ્ય તરફ લઇ જાય. મોહ વ્યક્તિ ને આ જીવન ડર બતાવીને માયા થી પર થવા નથી દેતું. ધારો કે તમે કોઈ બાગ માં સારો પુષ્પ જુઓ તો એને પાણી આપીને જતા રહો તો એ પ્રેમ છે પણ એ પુષ્પ ને તોડીને ઘરે લાવો કે આ મને બહુ ગમ્યું એટલે ઘરે લઇ આવ્યો તો એ મોહ છે. તમારૂં શરીર પ્રકૃતિએ ભાડે આપ્યું છે અને જીવ શિવ નો અંશ છે આમાં આપણે ક્યાય નથી. માનો તો આખો જગત ભ્રહ્મ છે.
આપણે જ રામ અને આપણે જ કૃષ્ણ છીએ જો આપણા માં ઈશ્વર તત્વ જાગૃત હોય તો. નહીં તો આ જગત આખું ભ્રમ છે.
આપણે સપનું જોઈએ એમાં સોનાના ઘરેણાં, વાડી, બધું આપણી પાસે હોય નિંદર તૂટે એટલે બધું ગાયબ. એવી રિતે સંસાર એક સપનું છે એમાં સગા સ્નેહી બધા છે પણ મૃત્યુ નિ સાથે બધું ખતમ.
કારણ
ધર્મ નો કોઈ ધર્મ નથી તમારા કર્તવ્ય નો
તમને ભાન હોવું એજ સાચો ધર્મ.
હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, માં ધાર્મિક લોકો
હોઈ શકે પણ ધર્મ કોઈ એકનો ના હોઈ શકે કારણ ધર્મ પ્રેમ નિ જેમ સર્વ વ્યાપી છે. તમને એમ લાગતું હશે કે બિલાડી ઉંદર મારી નાંખે એટલે એને પાપ થાય તો એવુ ના થાય કારણ એને જમવાનું બનાવતા નથી આવડતુ બીજું એની પાસે જ્ઞાન નથી કે ઉદર મારવાથી પાપ થાય. બાકી ઇન્સાન કોઈ જીવ ની હત્યા કરે તો પાપ થાય કારણ એની પાસે જ્ઞાન છે શુ કરવું શુ ના કરવું
લી. "આર્ય "

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 112000181
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now