શૂન્ય થઇ જવુ છે મારે...
 શૂન્ય થઇ જવુ છે મારે...
 શૂન્ય થઇ મારે,નથી પાછળ રહી કોઈની કિંમત વધારવી મારે..
 શૂન્ય થઇ મારે,નથી આગળ રહી કોઈની કિંમત ઘટાડવી મારે..
 શૂન્ય થઇ ખરેખર શૂન્ય થવું છે મારે....
 નથી વિચારવું ભવિષ્ય નું મારે..
 નથી વિચારવું ભૂતકાળ નું મારે..
 વિચારો થી શૂન્ય થવું છે મારે...
 ખરેખર શૂન્ય થઇ જવુ છે મારે...
 સત્કર્મો કરી પુણ્ય કમાવું નથી મારે..
 દુષ્કર્મ કરી પાપ કરવું નથી મારે
 પાપ પુણ્ય ના ખાતા શૂન્ય કરવા છે મારે..
 ખરેખર શૂન્ય થઇ જવુ છે મારે...
 _આકાશ_ છું નામથી જ માત્ર
 શૂન્ય નો પણ અવકાશ ન રહે હવે
 એવા શૂન્યઅવકાશ થવું છે મારે..
 ખરેખર શૂન્ય થઇ જવુ છે મારે...
3/09/2025.