🌸🌸🌸ભૂલ સુધાર તું...🌸🌸🌸🌸.

રોજ મને તારાથી દૂર જવાનું કારણ ન આપ.
મન ને આજ કાલ કરી ને, 'થઈ જશે' એમ કહી સમજાવું છું

પણ રોજ મગજ "જોયુને?" કહીને ઉશ્કેરે છે, 'આદત ખોટી ન પાડ તું એને સબક શિખવાડ તું.

એને રોજ નવા બહાના કાઢતા આવડે છે, ક્યાં સુધી આવું રહેશે, એના લીધે તારા સ્વાસ્થ્યને ન બગાડ તું.

તે જાતે પસંદ કરી મનને ભ્રમિત કર્યું હતું, હવે લખીને કોરો કાગળ ન બગાડ તું .

રોજ ભણકારા વાગે એના,ચિંતામાં મન વલોવાય છે, રોજ સમયના ટકોરે હૃદય ન ધબકાવ તું.

પ્રશ્ન પૂછી લે આ જ વખતે , જતું કરીને, કાલ સવારની રાહ માં સમય ન બગાડ તું.

મન તારું વિચલિત હોય, ત્યારે જ શબ્દ રચે છે, શબ્દાવલી ખોટી ન પાડ તું ,

આજ ઈશારો સમજી લે અસ્તિત્વ બચાવવાનો, નામ પૂછી ઈજ્જત ન ઉડાડ તું.

ગંભીર શબ્દો થી વ્યથા કહેવાનો તારો સ્વભાવ હું જાણું છું ,મને ખોટાં પાડવાના બહાના ન બનાવ તું.

પૂછ એને - ભૂલ મારી હોય તો હું સુધારું, અને તારી હોય તો સુધાર તું.# H@R$!

Gujarati Shayri by Harshika Suthar Harshi True Living : 111999171
Muskurahat 1 year ago

जब गलती का पता ही न हो, और कुछ बताए बिना ही निर्णय लिया जाए तब ज्यादा तकलीफ होती ha...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now