સ્મરણ કેટલાયે ઉછેરી ઊભો છું
બધીયે દિશાઓને ઘેરી ઊભો છું

ઊભો છું ફકત હાથ ખિસ્સામાં નાખી
હું મારાપણુ ક્યાં ઉમેરી ઊભો છું ?

*તું સૂરજ સમી કોઈ ઝળહળતી ઈચ્છા*
*ને હું મીણના વસ્ત્ર પ્હેરી ઊભો છું !*

ભરત ભટ્ટ

Gujarati Shayri by Hardik Boricha : 111998273

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now