એકલતાની પકડીને આંગળી એકાંત માણતા આવડે છે,
જખમોને હાસ્યથી ઢાંકી દઈને સૌને હસાવતા આવડે છે.
તોફાનો સામે ઊભા રહીને દીવાને સળગાવતા આવડે છે,
ઘોર અંધકારની વચ્ચે આશા દીપ પ્રકટાવતા આવડે છે.
થાકી ગયા પગ છતાંય સફર પૂરી કરાવતા આવડે છે,
ખંડેરોમાં સ્વપ્નોના મહેલ મનોમન બંધાવતા આવડે છે.
દુઃખના ઊંડા દરિયામાં ડૂબીને મોતી ઉપાડતા આવડે છે,
વિક્ટ સંજોગોમાંથી સાવ નવો જ માર્ગ બનાવતા આવડે છે.
સંઘર્ષ જ જીવન મંત્ર છે - મનને સમજાવતા આવડે છે,
જખમોને શસ્ત્ર બનાવી મનને યુદ્ધ લડાવતા આવડે છે.
-
રોનક જોષી 'રાહગીર'.