(બેનપણી)
...... દી આખો અને રાત આખી અને જો
ઓછો પડે સમય તો બપોર પણ લઈ લઉં તારો,
તુંજ બેનપણી મારી સાચી......
....... કહેવાને માટે મારે એક થી દસ થી સો દોસ્ત
પણ મારા હૃદયના ખૂણામાં
તુંજ બેનપણી મારી સાચી.....
.... હું સમજી જાવ તેવા ઘણા મારે પણ મારા
હસતા ચહેરા ની પાછળ અમારી ઉદાસી ને સમજી લે
એ તુંજ બેનપણી મારી સાચી....
..... કહેવાને તારું મારું શરીર ભલે નોખુ હોય પણ
આત્મા બેયની એક જ ,મારા હસવાને પાછળનું દરેક કારણ તુંજ મારી બેનપણી સાચી...
.... સોનલ રાવલિયા.....