....(ગમતું).......
...
........ દીકરી થઈને જન્મી ને મારા બધા ગમતાં દીકરા હોવાના હક છોડી દીધા ,
...... મોટી થતા ગમતું બાળપણ ખોવાયું ને મેં જવાબદારી ને ખંભે ઉપાડી ,
.... જિંદગી વધતા ગમતું ભણતર મૂક્યું ને ઘરનું કામકાજ સંભળાવ્યું ,
..... સમય આગળ જતાં ગમતા શોખ હેઠે રાખ્યા ને વિવાહ જીવન અપનાવ્યું ,
..... પોતાનુ ઘર ગમતું ત્યાં પારકી કેહવાતી ને હવે સાચે જ કોઈક નાં ઘરની બહુ બનીને ત્યાં પણ પારકી જ રહી ,
..... ગમતો હમસફર પણ ના મળ્યો અને હવે સમજણ અને સમજોતા થી જિંદગી જીવીએ ,
.... એ તો કહેવાની વાત કે ગમતું મૂકવું એમાં શું ??
....પણ ક્યારેક કોઈકના હૃદયને પૂછજો ,,
ગમતું મૂકવાની પીડા વેદના અને દર્દ આખી જિંદગી હૃદયને અંદરથી કોતરી ખાય નાખે.!
.....✍️..સોનલ રાવલિયા _....