🙏🙏શિક્ષક બાળકોને સરકારી શાળામાં ભણાવી રહ્યા હતા કે અયોધ્યામાં ભવ્ય રામમંદિરની સ્થાપના કરવામાં આવી.

આ જ સમયે શાળાની છત માંથી એક પોપડો ઉખાડીને નીચે પડ્યો.🦚🦚
- Parmar Mayur

Gujarati Microfiction by Parmar Mayur : 111989314
Parmar Mayur 1 year ago

હા તમારી વાત સો ટકા સાચી છે, ધર્મ એ કર્મ થી આકાર પામે છે, જેના હૃદયમાં ઈશ્વરનાં વિચારો વાસ કરે છે તેને ઈશ્વરના આવાસો બનાવામાં રસ નથી હોતો પણ જેને આવાસ નથી તેને ખુશીઓ સાથે વસવાટ કરાવામાં સાચી ધાર્મિકતા માનતો હોય છે.

jighnasa solanki 1 year ago

ઘણી જગ્યાએ આવા બનાવો બને છે જે શરમજનક છે. પથ્થરની મૂર્તિ ને સોના ચાંદીના સિંહાસન પર બેસાડે છે. અને અને જીવતા બાળકો જર્જરિત શાળામા અભ્યાસ કરવા મજબૂર છે. હકીકત તો એ છે કે ઈશ્વર કોઈને નથી કહેતા કે તમે મારા ભવ્ય મંદિરો બનાવો. મને સોનાના સિંહાસન પર બેસાડો. આપણા મોટાભાગના ધાર્મિક ગ્રંથોમા એવુ જ લખ્યુ છે. તમારા કર્મ સારા અને નિયત સાફ હશે તો તમારા હૃદયમા ઈશ્વરનો વાસ થશે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now