હવે ફક્ત મૂળમાં જ નિર્ણાયક ઘા કરવાની જરુર છે,
કરે જે પીઠમાં વાર એ કાયરથી ક્યાં ડરવાની જરુર છે.
હું જાણું છું દુ:શ્મનોથી તું નથી ડરતો પણ આજે શું થયું તારું ધ્યાન કયાં ગયું? ઘાટીમાં માસુમો નું રક્ત કાં વહ્યું..?
જે ગયા હતા ધરતી પર સદેહે સ્વર્ગ જોવા એ ચાલી નિકળ્યા દેહ ધરતી પર જ છોડી, પરિવારને જાણે નર્કમાં રડતો કકળતો છોડી
જો જો ફરી આવું ના બને ભરોસો આમારો ખોટો ના પડે,
સાપને જીવતો જવા ના દઈ ડંખ મારવાનું એ નહીં છોડે.
દુ:શ્મનની કમર તોડી નાંખવાનો સમય આવી ગયો છે,
હવે દુ:શ્મનને પણ તારો ભય સતાવી રહ્યો છે.
બદલો તો આપણે લઈ લઈશું, દુ:શ્મનોના જીવ લઈ લઈશું,
ખોયો જમણે દિકરો, પતિ, ભાઈ કે બાપ એમને એ પાછો દઈ શકશું?