સવાર
વહેલી સવારે જાગે પંખી
કલરવ કરી કરે પ્રભુનું ગાન!
તેતરને ટીટોડી બોલે,
બોલે મોટા સાદે પેલા મોર!
કબૂતર,હોલા બોલે ઘૂઘૂ ઘૂ ઘૂ
ઝીણા સાદે ચકલી બોલે ચી ચી!
બુલબુલ ને ફૂલસંઘણી બોલે
સાથે મીઠું બોલે કોયલડી!
મીઠા સાદે બોલે પેલુ પંખી,
સુગરીઓ પણ સોર મચાવે!
ખીલી રહી કળીઓ જોને"પુષ્પ"
ફૂલડાં પણ ફોરમની છોળ ઉડાડે!
વાહ! જુઓ સવારની સળવળ
કલરવથી કેવી સોહામણી લાગે!
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર