એ ચાપલૂસ કાકા
એ ચાપલૂસ કાકા
કાકા ચાલે વાંકા
એ ચાપલૂસ કાકા
વાતવાતમાં ડખા ને
બોલીને થોડા હસતા
એ ચાપલૂસ કાકા
કાકા બોલે ત્યારે ફાળ પડતી
એમની વાતોમાં, શંકા જ થતી
વાત જો માનીએ, ભરાઈ જવાય
પછી કાકાની વાતોમાં, ફસાઈ જવાય
એ ચાપલૂસ કાકા
એ ચાપલૂસ કાકા
મીઠું મીઠું બોલે
બોલે એ ગમે
ઘણી વાતોમાં ચાપલૂસી કરે
પછી એ ખંધાઈથી હસે
એ ચાપલૂસ કાકા
એ ચાપલૂસ કાકા
પાવલી ખર્ચીને હસીને બોલે
તારી કાકી રૂપિયો ન આપે
ભત્રીજા હવે, તૂં જ ખર્ચો કરે
કાકાની ચાપલૂસી મને ખબર પડે
એ ચાપલૂસ કાકા
એ ચાપલૂસ કાકા
કાકાની વાતોમાં, ગંધ બધી આવે
કાકાની કંજૂસાઈ,બધા લોકો જાણે
છતાં પણ કાકાની, વાતો સાંભળતો
કાકાની ચાપલૂસી, પણ હું જાણતો
એ કાકા ચાપલૂસ કાકા
એ કાકા ચાપલૂસ કાકા
- કૌશિક દવે