Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બ્રહ્મોસ મિસાઈલ

એપ્રિલ ૧૯, ૨૦૨૪ના દિવસે ભારતીય વાયુસેનાનાં બે ગજરાજ c-17 Globemaster ટ્રાન્સપોર્ટ વિમાનો ૬ કલાક
લાંબું ઉડ્ડયન ખેડીને ફિલિપાઇન્સ પહોંચ્યાં અને બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ્સના પ્રથમ બેચની ડિલિવરી કરી દીધી. ફિલિપાઇન્સે બ્રહ્મોસની ત્રણ ટુકડીઓની ખરીદી માટે જાન્યુઆરી, ૨૦૨૨માં ભારત સાથે ૩૭.૫ કરોડ ડૉલરનો સોદો કર્યો હતો. ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયાએ બ્રહ્મોસ માટે ૪૫ કરોડ ડૉલરનો ઓર્ડર નોંધાવ્યો. વિયેતનામે ૭૦ કરોડ ડૉલરના ખર્ચે બ્રહ્મોસ વસાવવા
ભારત સાથે વાર્તાલાપ શરૂ કર્યો.
આર્જેન્ટિના, બ્રાઝિલ, સાઉદી અરબસ્તાન, ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ આફ્રિકા વગેરે મળીને કુલ ૧૨ દેશો બ્રહ્મોસને પોતાના શસ્ત્રાગારમાં સામેલ કરવા માગે છે. સંભવિત ગ્રાહક દેશોની સંખ્યા
હજી વધી શકે તેમ છે. ભારતે ૨૦૨૪-૨૫માં રૂા. ૨૩,૬૨૨ કરોડનાં શસ્ત્રોની નિકાસ કરી, તો ચાલુ નાણાંકીય વર્ષમાં લક્ષ્ય રૂા. ૩૫,૦૦૦ કરોડનું છે. આમાં મોટો ફાળો બ્રહ્મોસનો હોવાનો એ નક્કી છે.
અઢારમી સદીનાં ફ્રાન્સના સમ્રાટ નેપોલિયને કહેલું કે,
'Let China sleep, for when she wakes, she will shake the world.' આ વાત મુત્સદી અંગ્રેજો સારી રીતે
સમજતા હતા. ચીન નિદ્રામાં નહિ, નશામાં પણ ચકચૂર રહે એ માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૭૮૧માં માળવાનું અફીણ તેને વેચવાનું શરૂ કર્યું.
બ્રિટિશ તાજે કાઢી આપેલા વ્યાપારી લાયસન્સની
શરતોને લીધે કંપની પોતે અફીણનો ધંધો કરી શકે તેમ ન હતી. આથી તેણે ભારતીય વેપારીઓને આગળ કર્યા. શિવ નારાયણ બિરલાએ વહાણો ભાડે રાખી ચીનને અફીણ મોકલવાનો બિઝનેસ ચલાવ્યો અને ભરપૂર દોલતના માલિક બન્યા. નસરવાનજી અને તેમના પુત્ર જમશેદજી તાતાએ પણ અફીણનો વેપાર દ્વારા સામ્રાજ્ય જમાવ્યું. વર્ષો એવાં વીત્યાં કે જ્યારે ચીનાઓ અફીણના કેફમાં ડૂબેલા રહેતા હતા.
એક ચીની શહેનશાહે અફીણની આયાત પર પ્રતિબંધ
મૂક્યો ત્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના પર લશ્કરી આક્રમણ કર્યું. ૧૮૩૯માં પહેલું અને ૧૮૪૨માં બીજું યુદ્ધ ખેલી ચીનને પરાસ્ત કરી દીધું. ચીનનું હોંગ કોંગ પણ કબજે કર્યું. ઘણા દસકાઓ પછી ચીન જાગ્યું, અંગ્રેજો સામે Boxer Rebellian
કહેવાતો બળવો કર્યો અને ક્રાંતિના જોરે અફીણનો વેપા૨ બંધ કરાવી દીધો.
આ બધી વાતોને બ્રહ્મોસ મિસાઇલ જોડે દૂરનો પણ સંબંધ હોવાનું નથી જણાતું, છતાં સંબંધ છે. એકશન-
રિએકશન જેવો સંબંધ છે. ચીનમાં અફીણ ઘૂસાડનાર માત્ર બ્રિટને નહિ, બલકે ફ્રાન્સ, જર્મની, રશિયા, જાપાન તથા
અમેરિકાએ પણ એક યા બીજા સમયે તેના પર દમનપૂર્વક રાજ કર્યું. નરસંહાર સહિતના અત્યાચારો ગુજાર્યા. આર્થિક રીતે ચીનને ફોલી ખાધું.
આ પગલું એકશન હતું. ૧૯૪૯ પછી તેનું રિએકશન
એ જાતનું આવ્યું કે જેવું નેપોલિયને બસ્સો વર્ષ પહેલાં
ભાખ્યું હતું. ઈતિહાસના અભ્યાસી નેપોલિયનને ખબર હતી કે ચીન ફક્ત સામ્રાજ્ય નહિ, સામ્રાજ્યવાદી
પણ હતું અને ભૂતકાળમાં તે દૈત્યએ લગભગ
સર્વે પડોશી દેશોના નાના-મોટા ભૌગોલિક
પ્રદેશો કાપી ખાધા હતા. આજુબાજુના
વિસ્તારોને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેવા
એ ચીનની દૃષ્ટિએ અન્યાયીને બદલે મૂળભૂત
અધિકારની વાત હતી. યુરોપિયનો ચીનને
પછાત ગણતા, તો ચીના લોકો એકમાત્ર
પોતાની સંસ્કૃતિને સુધરેલી માનતા હતા
અને ચીન તેમના મતે પૃથ્વીનું ભૌગોલિક
કેન્દ્રબિન્દુ હતું. આથી સામ્રાજ્યનું તેમણે
ધી લડત ચાલી પાડેલું નામ Zhongguo એટલે કે Middle Kingdom હતું, China / ચીન નામ તો યુરોપિયનોએ
આપ્યું. ઈ.સ. પૂર્વે ૨૨૧માં ત્યાં Qin વંશનું રાજ સ્થપાયું હતું. ચીની ભાષા મુજબ Qin નો ઉચ્ચાર ‘ચીન' થાય, માટે પશ્ચિમી દેશોમાં તે શબ્દ પ્રચલિત બન્યો.

Gujarati Blog by Gautam Patel : 111981843
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now