એક વાત કહેતા કહેતા ચૂપ થઈ ગયા...
 એક શ્વાસ બસ એ વાત માં અટકી ગયા....
 
આંખોમાં ઝળઝળીયાં, હોઠે સ્મિત સૂકાયા,
 શબ્દો અધૂરા રહી, મૌનમાં વિખેરાય ગયા....
એક પળમાં જાણે સૃષ્ટિ થંભી ગઈ, 
વિચારોના વમળમાં,.લાગણી ડૂબી ગઈ. 
કહેવું હતું ઘણુંય, પણ કહી ન શક્યા, 
હૃદયના ભાવોને વાચા આપી ન શક્યા.
અધૂરી રહી ગયેલી એ વાતની અસર,
આજે પણ ઉરમાં ઉઠાવે છે કસક. 
કદાચ સારું થયું કે વાત અધૂરી રહી, 
કેમ કે એ અધૂરી વાતમાં જ લાગણી જીવતી રહી...