1945માં જાપાનના નાગાસાકીમાં 09 ઓગસ્ટના રોજ અણુ બોમ્બ ધડાકા બાદ આ ફોટોગ્રાફમાં લગભગ 10 વર્ષનો છોકરો તેના મૃત ભાઈને તેની પીઠ પર પટ્ટો બાંધી સ્મશાનગૃહની બહાર અંતિમવિધિની રાહ જોઈ ઊભો છે.
એક સૈનિકે તેને કહ્યુ "તને ભાર લાગશે તારા મૃત ભાઈને નીચે મૂકી દે" ત્યારે એ બાળકે જવાબ આપ્યો કે" તે ભાર નથી મારો ભાઈ છે.* સૈનિક સમજી ગયો અને મૌન થઈ ગયો. ત્યારથી આ ફોટોગ્રાફ જાપાનમાં એકતાનું પ્રતિક ગણાય છે.
ભાઈ એ ભાર નથી,જો એ પડી જાય તો ઊભો કરો,જો થાકી જાય તો મદદ કરો,જો ભૂલ કરે તો માફ કરો કારણ કે ભાઈ ભાઈ છે ભાર નથી કદાચ જગત એને છોડી દે છે તો તેને તમારી પીઠ પર લઈ લેજો...

Gujarati Blog by SWATI BHATT : 111980348
Falguni Dost 1 year ago

હૃદયસ્પર્શી 👌🏻👌🏻🙏🏻🙏🏻

Abbas khan 1 year ago

એકદમ હૃદય સ્પર્શી👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now