......" તાળું મારી દીધું "
જે સમય મુખ પર જ તાળું મારી દીધું;
એ કહો દુઃખ પર જ તાળું મારી દીધું;
દુઃખ પુરાણાં યાદ કરતાં રહ્યાં સદા,
મેં જ તો સુખ પર જ તાળું મારી દીધું;
મા પ્રસવ પીડા સહીને પથ્થર જણે,
તો મા એ કૂખ પર જ તાળું મારી દીધું;
બાળપણમાં જ જેનાં માથે આવી ફરજ,
બાળકે ભુખ પર જ તાળું મારી દીધું;
દિલ જે નામે ધબકવાનું જ ચૂકી જતું,
"વ્યોમ" એ ચૂક પર જ તાળું મારી દીધું;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.