જિંદગીનો સાર છે, આ 'મા' શબ્દમાં.
પૂરેપૂરો સંસાર છે, આ 'મા' શબ્દમાં.
ત્યાગ, સમર્પણ, મમતા અને ઘણું બધું,
અદ્ભૂત શણગાર છે, આ 'મા' શબ્દમાં.
સુખ હોય કે દુઃખ હોય રહે સદા સંગાથે,
હર સ્થિતિ સ્વિકાર છે, આ 'મા' શબ્દમાં.
અવતરણ થયું મનુષ્ય તરીકે જરૂર "વ્યોમ"
પણ વસે પરવરદિગાર છે, આ 'મા' શબ્દમાં.