દિલનો સંબંધ .. હૃદયનો સંબંધ ..એક એહસાસ ..
જે શબ્દોથી બહુ જ ઉપર છે ,
સંબંધ ફ્કત લોહીનો જ નથી હોતો, કેટલાક સંબંધો હમેશાં માટે હ્રદયથી જોડાયેલા હોય છે ,
ક્યારેક વિચાર્યું છે ?
દુનિયામાં કેટલા બધા લોકો છે .. પણ એ બધા લોકોમાં બહુ ઓછા લોકો જ એવા હોય છે જે દિલની એકદમ નજીક રહેતાં હોય છે જે હર ક્ષણ ધબક્યા કરે છે , અને કદાચ એવા સંબધોને કોઈ નામની જરૂર નથી પડતી અને એ સંબંધ ને રાખવા ના કોઈ શરતની જરૂર પડે છે..
દુનિયામાં જ્યાં કેટલાક સંબંધ નજીકથી નિભાવવામાં નડતર રૂપ બને છે ત્યાં અમુક સંબંધો એવાય હોય છે જ્યાં દુનિયાની કંઇ પડેલી હોતી નથી , સાથે હોઈએ એટલે રાજા થઈ જઈએ અને આવા સંબંધ ને જીવતો રાખવા કંઈપણ કરી છૂટે છે અને કોઇપણ પ્રકારના સ્વાર્થ વિના આપણી જિંદગીમાં સદાયને માટે રોકાઈ જાય છે અને હંમેશાં ને માટે જિંદગીમાં ખુશીઓની પળો ને સુવાસિત કરી મૂકે છે ..
આવી ભીડવાળ વાળી દુનિયામાં જ્યાં કોઈને કોઈના માટે ફુરસદ નથી કે કોઈને કશી પડી નથી ત્યાં કોઈ એવું વ્યક્તિ હોય જે વગર કહ્યે તમારું દર્દ સમજી જતું હોય , તમારા વગર કહ્યે તમારી જિંદગીમાં રોકાણ કરી જાય છે ..!!
કદાચ એ જ સંબંધ તમારા માટે ખાસ બની જતો હોય છે , કેટલાક લોકો આપણી જિંદગીમાં આવીને જીવવા માટે પ્રોત્સાહન આપી જાય છે ..!!
પણ આ દિલનો સંબંધ ક્યારેક જીવવાનું કારણ બની જાય છે ..!!
- Nimisha હાર્દ