દિલમાં કંઇક ખોટ અનુભવી રહી
કોણ જાણે દિલની આપવીતી કહી
હૃદયમાં એક બેચેની અનુભવી રહી
કોણ જાણે કોના માટે જીવી રહી
બંધ દરવાજે કોઈ આવીને કહી રહ્યુ
તું જેના માટે યાદ બની એ જ રહી
શું કામ હૃદયને રડતી આંખે જોઈ રહી
બધું ભૂલી આવી જા મારી સાથે સખી
બધું દર્દ હું સમેટાઈ લઉં તું આવીજા
બસ બહુ થયું અલવિદા દર્દ કહી જા
બે પળ ખુશી માટે જીવી લે દિલ થી
હું તારી સાથે હર પળ તું આવી જા.