વાચક મિત્રો દીકરીને બાપ બહુ વહાલો હોય કારણ કે એ દીકરીને ઉડવા માટે પાંખો(આસમાન )આપે છે દીકરીને માં પિતા એટલી કદાચ ના ગમે કારણ કે એ તેને ચાલવા માટે પગ (જમીન )આપે છે.
આસમાન તો પિયરમાં જ હોય છે સાસરામાં તો ફક્ત જમીન હોય છે તો પાંખો ફક્ત પિતાના ઘરે જ કામ આવશે જો તમે પગ પર ચાલતા શીખશો તો એ તમને સાસરામાં પણ કામ આવશે માટે માં એને ચાલવા માટે પગ આપે છે ઘણી દીકરીઓને આ નથી ગમતું .
માતા રોકટોક કરે કોઈ કામ શીખવાડે એટલે દીકરીને એમ થાય મારા પર હુકમ ચલાવે છે મારાથી મોટા છે એટલે મારી દીકરીને પણ એવું લાગે છે કે મારી માં મારા પર રોકટોક કરે છે કામ કરવાનું કહે છે અને મને પણ એવું લાગતું . હું જ્યારે નાની હતી ત્યારે પપ્પા કંઈ પણ કામ કહેતા તરત કરી નાખતી . મમ્મી કહેતી તો ના કરતી. બહુ ટાઈમ પછી કરતી.
કારણ કે એ ઉંમરમાં આપણને ગુસ્સા પાછળ નો પ્રેમ અને પ્રેમ પાછળનું કામ દેખાતું નથી એ તો જ્યારે કોઈ આપણું વિશ્વાસ તોડે કે આપણી આંખમાં ધૂળ નાખે ત્યારે દેખાતું થાય.
પિતાને એમ હોય કે જે સુખ સગવડ દીકરીને સાસરામાં નથી મળવાની એ હું અહીંયા પિયરમાં જ આપી દઉં અને માતાને એમ હોય કે જે તકલીફ માંથી હું પસાર થવું છું મારી દીકરીને એનાથી બચાવી શકુ એટલે એને આગળથી જ તૈયાર કરે મુસીબતો થી સમસ્યાઓથી લડવા માટે
"માતાના ગુસ્સામાં અમૃત છે પણ આપણને ઝેર લાગે છે
ગુસ્સા પાછળ નો પ્રેમ અને પ્રેમ પાછળનું કામ સમજમાં ઇન્સાન ને બહુ વાર લાગે છે અને ના સમજાય એટલે જિંદગી વેર વિખેર લાગે છે.
મિત્રો પાંખો છે ને એ દીકરીને ફક્ત પિયરમાં કામ આવશે કારણ કે સાસરામાં આસમાન નથી ફક્ત જમીન છે અને જમીન પર ચાલવા માટે પગ જોઈએ મારું અંગત માનવું એવું છે કે દીકરીને જે રીતે એક ફોજીને લડવા માટે તૈયાર કરે એ રીતે તૈયાર કરવી જોઈએ કે સાસરામાં જઈને બધાની સાથે સારી રીતે રહી શકે અને અન્યાય ની સામે લડી પણ શકે
જો સમાજનો પાયો સુધારવો હોય તો સ્ત્રી પગભર હોવી જોઈએ સમાજે સ્ત્રી સાથે અન્યાય તો કર્યો જ છે સમજો કે કોઈ પુરુષ 50000 રૂપિયા તેની પત્નીને આપે તો પત્ની નહીં પૂછે તે ક્યાં ક્યાંથી આવ્યા પણ જો સ્ત્રી 10 હજાર રૂપિયા પતિને બતાવે કે મારી પાસે છે તો પછી તરત પ્રશ્ન કરશે કે આ તારી પાસે ક્યાંથી આવ્યા ? તારા ભાઈ પાસે સગવડ નથી કે તને આપે તારા પિતા ગરીબ છે તો આ ક્યાંથી આવ્યા અને આજે ક્યાંથી આવ્યા એ પ્રશ્ન પાછળ જે પુરુષના મનમાં શંકા હોય તે મારે અહીંયા લખવી નથી સમજદાર લોકો સમજી જશે.
પુરુષોની એક ખરાબ આદત હોય છે બધાની હોય છે એવું મારું માનવું નથી અમુક લોકોની તો હોય જ છે કે પોતાની બેન દીકરીને પ્રેમની નજરે જુએ અને બીજાની બેન દીકરીને કામની નજરે જુએ તો આટલો નજરમાં ભેદભાવ શા માટે?
બહેનોની પણ એક ખરાબ આદત હોય છે કે કોઈ સ્ત્રી પગભર થાય આગળ વધે એટલે બહેનો જ વાતો ફેલાવવા માંડે આવું ન કરવું જોઈએ જો સ્ત્રીને પગ પર થતા આગળ વધતા તમારે જોવી હોય તો.
લી. "આર્ય "