ગ્રીનલૅન્ડ 🇬🇱
આશરે ૨૧,૬૬,૦૦૦ ચોરસ કિલોમીટરનો બર્ફસ્તાની
ગ્રીનલેન્ડ માત્ર ૪૩,૧૦૦ ચોરસ કિલોમીટરના ડેન્માર્કની
માલિકીનો થયો તેના માટે ઘણા આકસ્મિક સંજોગો કારણભૂત બન્યા, સ્કેન્ડિનેવિઆમાં એટલે કે સ્વિડન, ડેન્માર્ક તથા નોર્વેમાં ૯મીથી ૧૧મી સદી દરમ્યાન વાઇકિંગ કોમના સાગરખેડુઓ વસતા હતા. વસવાટ આમ તો વધુ ભાગે સમુદ્ર પર હતો. સ્વભાવના તેઓ આક્રમણખોર હતા. ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, ફ્રાન્સ, સ્પેન, જર્મની, ઇટલી તેમજ રશિયાના કાંઠા પર હુમલા કરી લૂંટફાટ ચલાવતા હતા.
વાઇકિંગ લોકો ઝઘડાખોર હતા અને ઝઘડામાં ક્યારેક
હિંસા ભળી જતી હતી. ઇતિહાસને પલટો
આપનાર હિંસાનો એક કિસ્સો નોર્વેમાં બન્યો.
https://www.facebook.com/share/p/162itLcQqf/