નદી
" હું "નટખટ છોકરી
નટખટ નટખટ મુજ નાચ નચાવે
હૃદય સ્પર્શી જઈ રોજ હસાવે
સુંદર સર્જન કાયા સર્જનહાર
સદા બન્યો એ કાયા પાલનહાર
સુંદર રુપમાં છબી મુજ નિહાળી
ક્યાંક મુખપર આછી લતા નિહાળી
કોઈ દી ધોળી રંગે હંમેશા રૂપાળી
કોઈ દી અમૃત કોઈ દી અશ્રુધારી
પ્રેમી પંખીડાની દિલમાં ઊતરી
પ્રણય સ્પર્શથી દિલમાં ઊતરી
મારી વ્યાખ્યા કોઈ દી ન પુરી
સરિતા હું હંમેશા વહેતી પુરી
મારું નામ નર્મદા, તાપી, મહી
સર્વજનો એ વિવિધ રૂપે વખાણી
એજ હું સદા ને માટે વહેતી
"નદી "
મારું નામ હું નટખટ છોકરો
તોરલ પટેલ
07/04/25