આજેય ભક્તોની લાજ રાખતા દીઠા મારા હરિ.
છોડી સાકેતવાસને એ આવતા હેઠા મારા હરિ.
દ્રવી ઊઠતું દિલ એનું આપદા પોતાનાની જોતાં,
વિવિધ રૂપ લઈ અવનીમાં એ તો પેઠા મારા હરિ.
સાદ સાંભળી ભક્તજનનો કોઈ કાળે ન રહેનારાં,
એણે ધરાવાસ જાણે લાગ્યા મધમીઠા મારા હરિ.
સંકટ ટાળી નિજજનનું શ્વાસ શાંતિનો એ લેતા,
સમય સાચવનારા ન રહેતા પછી છેટા મારા હરિ.
ઓળખ છૂપાવવાની આદત એની આજે યથાવત,
બાકી આમજનને લાગે કે નથી કૈં નેઠા મારા હરિ.
-ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.