સમય પહેલા કેવો હતો!
ને આજ કેવોછે! કેટલો મોટો તફાવતછે! તે સમયમાં જયારે આપણું બાળપણ હતું! ત્યારે સ્કૂલ, રમત,ને મસ્તી..જ હતી ને આજ કુટુંબની અનેક જવાબદારીઓ આવીને માથે ઉભીછે ! એક નો નિકાલ આવે ત્યાં જ બીજી આવીને ઉભી રહે
માં બાપ પતિ ને બાળકો વચ્ચે ક્યાં સમય પૂરો થઇ જાયછે તેની ખબર નથી પડતી લોકો કહેછે કે જમાનો બદલાયો, ના આપનો સમય ને ઉંમર વધતી જાયછે
વર્ષો પહેલા જોયેલી નાની ચીજો આજ મોટી દેખાવા લાગેછે ઉંમરે રોપેલ વૃક્ષ આજ માથે છોયડો આપતું થઇ ગયું
બસ આજ જીવનછે ને આજ જિંદગીછે આજે આપણે છીએ કાલ આપણી જગ્યાએ કોઈ બીજું હશે કુદરતનો નિયમછે
આજ તમે.. તો કાલ બીજું કોઈ