"ગરવી ગુજરાતની ગાથા"
# પંક્તિ : ૦૧
કે,નદીઓને કહેવાય "માતા", ડુંગર-ડુંગર દર્શાય દેવી;

વળી,એ દેવીઓની શક્તિને પણ, જોને કેવડી કે'વી?
આ ગરવી ગુજરાતની ગાથા, કંઈ નથી જેવી-તેવી!
# પંક્તિ : ૦૨
બગદાણે બેઠો બાવલિયો ને, વીરપુર જલિયાણ જોગી;

સત્-અમર દેવીદાસની ઈ તો,પરબ ધરા હશે કેવી?
આ ગરવી ગુજરાતની ગાથા, કંઈ નથી જેવી-તેવી!
# પંક્તિ : ૦૩
અરે,ચૌદ વરસની ચારણ કન્યાની, હશે નિડરતા કેવી?

સાવજ ભગાડે જાણે કોઈ, મહિષાસુર-મર્દિની જેવી!
આ ગરવી ગુજરાતની ગાથા, કંઈ નથી જેવી-તેવી!
# પંક્તિ : ૦૪
અરે,બીલખાનાં એ પાદરની ધડી, હશે એવી તે કેવી?

ખાંડણીયે ખંડાયો છેલૈયો, મતિ ચંગાવતી જેવી!
આ ગરવી ગુજરાતની ગાથા, કંઈ નથી જેવી-તેવી!
# પંક્તિ : ૦૫
અરે,નરસૈંયાનાં પ્રભાતિયા ને, કવિતા "કાગ"ની કેવી?

પરોઢિયે કાને પડતાં, આખો દા'ડો સુધારે એવી!
આ ગરવી ગુજરાતની ગાથા, કંઈ નથી જેવી-તેવી!
#પંક્તિ : ૦૬
અરે,દાદા વીર વચ્છરાજની,શૂરવીરતા જોને કેવી?

વળી,જોગીદાસ ખુમાણની પણ,હશે ખુમારી કેવી?
આ ગરવી ગુજરાતની ગાથા, કંઈ નથી જેવી-તેવી!
# પંક્તિ : ૦૭
અરે,ગાંધી ને સરદારની ઈ તો, હશે નીતિઓ કેવી?

ગુલામીની જંજાળમાંથી, આઝાદી અપાવે એવી!
આ ગરવી ગુજરાતની ગાથા, કંઈ નથી જેવી-તેવી!
# પંક્તિ : ૦૮
અરે,ગબ્બર ગોખે અંબિકા,ભગુડે મોગલ એવી;
અરે,ગબ્બર ગોખે અંબિકા,ભગુડે મોગલ એવી;
ગળધરે ખોડલ બેઠી ને, ચોટીલે ચામુંડ દેવી!
આ ગરવી ગુજરાતની ગાથા, કંઈ નથી જેવી-તેવી!
# પંક્તિ : ૦૯
સૌરાષ્ટ્રે બેઠો સોમનાથ ને દ્વારિકે શામળિયો;

વળી,સાળંગપુર વાળા દાદાની લીલાઓ જોને કેવી?
આ ગરવી ગુજરાતની ગાથા, કંઈ નથી જેવી-તેવી!
#પંક્તિ : ૧૦
અરે,કરવી હોય કસોટી કોઈને, આ ભૂમિ છે કેવી?

દેવી-દેવતાઓ અવતરે, આ ભૂમિ નથી જેવી-તેવી!
આ ગરવી ગુજરાતની ગાથા, કંઈ નથી જેવી-તેવી!
આ ગરવી ગુજરાતની ગાથા, કંઈ નથી જેવી-તેવી!....