જાણે છતા માને નહિ, દિલમા જે પ્રેમ છે
જ્યારે મળે પૂછે મને, કે આજ કેમ છે.
આપી શકે લઈ પણ શકે, આ દર્દ ને જગત
જીવન તણી રાહો ભલા, મુશ્કેલ એમ છે.
તારા તરફ ડગલા ભરે, એ પામવા તને
ત્યાં તો સદા હોવા પણું, તારૂં જ વ્હેમ છે.
ફર્યા કરે છે ગોળને, ક્યાં અંત આવશે ?
જાણે અમારી જીંદગી, ટાયરની જેમ છે.
યાદો બધી પાણી સમી,જે સાચવી શકે
મન મા ભલે સાગર રહે, બસ દિલ જ ડેમ છે.