આમ તો 120 + કવિતાઓ , વાર્તાઓ , બ્લોગ્સ માઇક્રોફિકશન અને નવલકથાઓ ની રચનાકાર હુ .
મેં મારી કલમે થી આખી દુનિયા ની ભાવનાઓ ને શબ્દ સ્વરૂપે પરોવી અને ઘણી બધી અદભુત કૃતિઓ ની રચના કરી છે .
પણ આજ સુધી માં મારા મમ્મી પપ્પા ને વર્ણવી શકે તેવી એક પણ કૃતિ ની રચના હુ નથી કરી શકી ......
કેમ કે મારો એમના માટે નો પ્રેમ એટલો અથાગ અને અતાગ છે કે હુ તેને શબ્દો માં વર્ણવી શકું તેમ નથી .
છતાં પણ મારે જો મારો પ્રેમ ની એક ઝલક શબ્દો રૂપે જો વર્ણવી હોય તો ,
આ લાઈન મારા મમ્મી પપ્પા માટે .......
“ તમાંરો મારી ઝીંદગીમાં એટલો જ અર્થ કે તમારા થકી હુ સમર્થ અને તમારા વિનાની હુ સાવ વ્યર્થ ” ~ Rupal Jadav